નર્મદા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, એકનું મોત

New Update
નર્મદા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, એકનું મોત

નર્મદા જિલ્લાના નવાપરા ગામ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સર્જાય હતી, જેમાં એકનું મોત નિપજ્યુ હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લાના વિસર્જન યાત્રા દરમિયાન નવાપરા ગામે યુવતીની છેડતી બાબતે બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી, જેમાં એકનું મોત નિપજ્યુ હતુ, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પોલીસ દ્વારા ઘટના અંગે રાયોટીંગનો ગુનો દાખલ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

Latest Stories