નર્મદા : દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું હોટ ફેવરિટ

New Update
નર્મદા : દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું હોટ ફેવરિટ

દિવાળીનું વેકેશન એટલે

કામકાજમાંથી મુક્ત થઇ હરવા ફરવાની મોસમ. તેથી જ નર્મદા જીલ્લો આ દિવાળી વેકેશનમાં

પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યો છે. છેલ્લા ૧ વર્ષમાં નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ

યુનિટી ખાતે ૨૭ લાખ કરતા પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

કુદરતી સૌદર્ય ધરાવતો નર્મદા

જીલ્લો પ્રવાસીઓ માટે આ દિવાળી વેકેશનમાં હોટ ફેવરીટ બની રહશે. પ્રદુષણ મુક્ત

વાતાવરણ અને સાતપુરાની ગીરી કંદરાઓ વચ્ચે બનાવવામાં આવેલ સરદાર સરોવર નર્મદા ડેમ

અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને સ્વચ્છ હવા અને કુદરતી વાતાવરણને કારણે

આનંદની અનુભૂતિના કારણે પ્રવાસીઓ અહી વારંવાર આવવા માટે આકર્ષાય છે.

નર્મદા જીલ્લાના સૌદર્યને

કાશ્મીર સાથે સરખાવી મીની કાશ્મીરનું બિરુદ અપાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા

બાદ પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો જોવા મળ્યો છે. તંત્ર દ્વારા

સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેન્ટેનન્સ માટે સોમવારે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.

તો પ્રવાસીઓ માટે એક સારા સમાચાર એ પણ છે કે, તંત્ર દ્વારા દિવાળીના દિવસો અને નવું વર્ષ સોમવારે આવતા પ્રવાસીઓ માટે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવામાં આવ્યું છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર,

આ દિવાળીના મીની વેકેશનમાં પાંચ લાખ કરતા પણ વધુ પ્રવાસીઓ આવશે તેવી

આશા પણ બંધાઈ રહી છે.

Latest Stories