New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/02-5.jpg)
નવયુગ વિદ્યાલય જંબુસર માં ઈકોક્લબ અંતર્ગત વૃક્ષારોપણ કાયૅક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેંજ ફોરેસ્ટ કચેરી તરફથી ટ્રીગાડૅ તથા રોપા શાળા ને ફાળવ્યા હતા.
તેમના સહકારથી શાળા માં પ્રાથમિક,માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વગૅ પ્રતિનિધિ તથા ઈકોક્લબ સમિતિના સભ્યો દ્વારા શાળાના આચાર્ય ના માગૅદશૅન હેઠળ તથા ઈકોક્લબ ના ઈનચાજૅ અમરસંગ વસાવા ના સહયોગથી વૃક્ષારોપણ કરી ટ્રીગાડૅ લગાવી આ રોપાનું જતન કરી ઉછેરવાની બધાએ પ્રતિજ્ઞા લીધી હતી.
શાળાના આચાર્ય હિતેન્દૃસિંહ ઠાકોરે વૃક્ષો નું મહત્વ, છોડમાં રણછોડ છે વિગેરે બાબતો પર ભાર આપી શાળાના વિદ્યાર્થીઓ ને માગૅદશૅન આપ્યું હતું.
Latest Stories