New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-118.jpg)
પદવીદાન એ ઋષિ પરંપરાની અનમોલ ધરોહર છે જેમાં દેશભરમાં બાવીસમો ક્રમ ધરાવતી નામાંકિત દક્ષિણ ગુજરાતની નવસારી કૃષિયુનીવર્સીટીનો ૧૩માં પદવીદાન સમારોહની ભવ્ય ઉજવણી થઇ હતી.
જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી.કોહલી અને રાજ્યના કૃષિમંત્રીની ઉપસ્થિતિમાં પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને ચંદ્રકો એનાયત કર્યા હતા. સાથે તમામ ઉત્રીણ થયેલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમારોહમાં આવેલા રાજ્યપાલ ઓ.પી.કોહલીએ વિદ્યાર્થીઓને ગામડાઓમાં ખેડૂતો સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી પોહ્ચે તેવી હાકલ કરી હતી. સાથે દેશના વડાપ્રધાનને આપેલ વિકાસનો મંત્ર માત્ર રાજકીયરૂપ ના બની રહે તે માટે યુનીવર્સીટીના સ્નાતકો વધુ મેહનત કરી માત્ર નોકરી પૂરતા સીમિત ના રહે તેવી ટકોર કરી હતી.
Latest Stories