નવસારી ખાતે બે દિવસીય વારલી પેઇન્ટીંગ પ્રદર્શનનો પ્રારંભ

New Update
નવસારી ખાતે બે દિવસીય વારલી પેઇન્ટીંગ પ્રદર્શનનો પ્રારંભ

નવસારી શહેરની મધ્‍યે લક્ષ્મણ હોલ ખાતે પ્રાયોજના કચેરી વાંસદા અને ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા વારલી પેઇન્‍ટીંગનાં કલાકારોને પ્રોત્‍સાહિત કરવા બે દિવસીય વારલી પેઇન્‍ટીંગ પ્રદર્શન અને વેચાણનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા પ્રદર્શનીનો પ્રારંભ કરાવ્યો હતો.

publive-image

ટ્રાયબલ કલ્‍ચરનું એક અલગ વિશ્વ છે. નાના ઘર થી માંડીને રાષ્‍ટ્રપતિ ભવન સુધી વારલી પેઇન્‍ટીંગ શોભા આપે છે. વારલી પેઇન્‍ટીંગના કલાકારોને આવા પ્રદર્શનની માર્કેટ મળશે. આર્થિક સધ્‍ધરતાના દરવાજા આપીને તેમના અર્થતંત્રમાં પરિવર્તન લાવવાનું છે. બ્રિટીશરોએ પણ ટ્રાયબલ કલ્‍ચરના વખાણ કર્યા હતા. બુકો પણ લખી છે. વારલી પેઇન્‍ટીંગને બ્રાન્‍ડ સાથે ઓનલાઇન પણ વેચાણની વ્‍યવસ્‍થા કરવા સાથે આદિવાસી ક્ષેત્રમાં વેચાણ પોઇન્‍ટ બનાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

publive-image

વારલી પેઇન્‍ટીંગના કલાકાર વલસાડ જિલ્લાના ખડકીના રહીશ પાંડુરંગભાઇ છેલ્લા છ વર્ષથી વારલી પેઇન્‍ટીંગનું કામ કરે છે. તેઓએ જણાવ્યુ હતુ કે શરૂઆતમાં કાચા ઘરોમાં કાચુ લીંપણ, ચોખા અને ગુંદરના મિશ્રણ કરીને, દાતણની પીંછી બનાવીને પ્રસંગોપાત અને ઉત્‍સવમાં ચિત્ર રેખાંકીત કરતા હતા. હવે રાજય સરકારના ટ્રાયબલ વિભાગ દ્વારા યુવાનોને વારલી પેઇન્‍ટીંગની કળા જીવંત રાખવા તાલીમ સાથે વેચાણ માટે આવા પ્રદર્શનો પણ યોજવામાં આવી રહયા છે.

Latest Stories