નવસારી : પ્રદુષણ અંગે જાગૃતિ લાવવા દેવધા સુધી યોજાઇ સાયકલ યાત્રા

New Update
નવસારી : પ્રદુષણ અંગે જાગૃતિ લાવવા દેવધા સુધી યોજાઇ સાયકલ યાત્રા

વાહનોના

ધુમાડાઓના કારણે હવા પ્રદુષણની માત્રા ઝડપથી વધી રહી છે ત્યારે સાયકલ એક વિકલ્પ

બન્યો છે. આવા સંજોગોમાં લોકો વાહનોના બદલે સાયકલનો વધુમાં વધુ ઉપયોગ કરે તેની

જાગૃતિ લાવવા નવસારીથી દેવધા સુધી સાયકલ યાત્રા યોજવામાં આવી

વસતી

વિસ્ફોટની સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઇ રહયો છે. વાહનોના ધુમાડાઓથી ફેલાતાં

પ્રદુષણને નિયંત્રણ રાખવુએ  કેન્દ્ર અને

રાજ્ય સરકાર માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે. ત્યારે લોકોમાં સાઈકલ ચલાવવાની જાગૃતા

આવે એ હેતુસર નવસારી સાઈકલીસ્ટ ગૃપ  દ્વારા નવસારીથી દેવધા સુધી ગો ગ્રીન અને

ફીટ ઇન્ડિયા જેવા સંદેશ સાથે સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં

નવસારી, સુરત અને

વલસાડના ૬૫ થી વધુ  સાઈકલીસ્ટ

ઓએ ભાગ લીધો હતો. સાયકલ સ્પર્ધાઓમાં જેમણે કાઠું કાઢ્યું છે એવા દેશના સાયકાલિસટોએ

પ્રદુષણ નિયંત્રણ માટે સાયકલ એક બેસ્ટ વિકલ્પ છે એવા સંદેશા સાથે 40 કિલોમીટર સુધી સાયકલ હંકારીને પ્રદુષણ ને

નાથવા અને સાથે ફિટ રહેવાની અપીલ કરી હતી.

Latest Stories