/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/CztarJiUUAA0iUz.jpg)
સરકાર દ્વારા નોટબંધી બાદ ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેમાં નીતિ આયોગ દ્વારા ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ગુરુવારના રોજ ગ્રાહકો અને વેપારીઓ માટે 2 યોજનાઓ શરૂ કરવામાં આવી હતી.
નીતિ આયોગના CEO અમિતાભ કાંતે જણાવ્યુ હતુ કે લકી ગ્રાહક યોજના અંતર્ગત ગ્રાહકોને દૈનિક તેમજ સાપ્તાહિક ઇનામ આપવામાં આવશે. આ યોજનામાં રૂ 50 થી લઈને રૂ 3000 સુધીની ખરીદી પર રૂ 1 લાખની મહત્તમ મર્યાદામાં ઇનામ આપવામાં આવશે.
બીજી ડિજીટલ ધન યોજના અંતર્ગત વેપારીઓને મહત્તમ રૂ 50000 ની મર્યાદામાં ઇનામ આપવામાં આવશે.
આ યોજનાનો સમયગાળો 25 ડિસેમ્બરથી માંડીને 14 એપ્રિલ 2017 સુધીનો રહેશે.
આ સાથે કાંતે વધુમાં જણાવ્યુ હતુ કે 14 એપ્રિલના રોજ એક મેગા એવોર્ડ ઇનામ આપવામાં આવશે જેમાં રૂ 1 કરોડ, રૂ 50 લાખ અને રૂ 25 લાખ ગ્રાહકો માટે અને રૂ 50 લાખ અને રૂ 25 લાખ વેપારીઓને આપવામાં આવશે.