નેત્રંગ તાલુકાના એસ.ટી બસસ્ટેન્ડો જર્જરીત બનતા મુસાફરોને હાલાકી

New Update
નેત્રંગ તાલુકાના એસ.ટી બસસ્ટેન્ડો જર્જરીત બનતા મુસાફરોને હાલાકી
  • ગુજરાત પરિવહન વિભાગના કેટલાક એસ.ટી બસસ્ટેન્ડ અસમાજીક તત્વોના અડ્ડા બની ગયા
  • એસ.ટી બસસ્ટેન્ડ ઉપર ખાનગી કંપનીઓની જાહેરાતોના રંગરોગાનનો મારો,ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્યના કારણે એક મિનીટ પણ બેસી શકાય તેમ નથી

નેત્રંગ તાલુકાના ગામે-ગામના એસ.ટી બસસ્ટેન્ડના કોઇ ઠેકાણા નહીં હોવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.publive-imageભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ પરિવારના લોકો હાલના સમયમાં પ્રા.સુવિધાઓથી પણ વંચિત રહી ગયા હોય તેવું જણાઇ રહ્યું છે,જેમાં અંતરિયાળ વિસ્તારના ગામે-ગામ વસવાટ કરતાં લોકો પાસે ખાનગી વાહનોની અપુરતી સુવિધાના અભાવે એસ.ટી બસમાં મુસાફરી કરતાં હોય છે,અને પોતાના ગામથી છેક બસસ્ટેન્ડ સુધી ચાલતા-ચાલતા આવી એસ.ટી બસની રાહ જોતા હોય છે,અને જ્યાર સુધી બસ નહીં આવે ત્યાર સુધી બસસ્ટેન્ડમાં બેસતાં હોય છે,તેવા સંજોગોમાં ગુજરાત પરિવહન વિભાગના નેત્રંગ તાલુકાના ગામે-ગામ એસ.ટી બસસ્ટેન્ડનું નિમૉણ કરવામાં આવ્યું હતું.

જેમાં નેત્રંગ તાલુકાના કેટલાક એસ.ટી બસસ્ટેન્ડની હાલત જજૅરીત થઇ ગઇ છે,અને પતરા અને દિવાલો પણ તુટી જવા પામ્યા છે,જ્યારે ઠેર-ઠેર કચરા અને ગંદકીના સામ્રાજ્યના કારણે મુસાફરો એક મિનીટ પણ બસસ્ટેન્ડમાં બેસી શકતાં નથી,કોઇ બેઠક વ્યવસ્થા પણ નથી,અને વહીવટીતંત્ર કુંભકર્ણની નિદ્રા અવસ્થામાં હોવાનો ફાયદો ખાનગી કંપનીઓ ઉઠાવી લેતાં જાહેરાતો માટે કેટલાક એસ.ટી બસસ્ટેન્ડ ઉપર રંગરોગાન કરી દેવામાં આવ્યું છે,છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી,તેવા સંજોગોમાં મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જેમાં શિયાળાની ઠંડીમાં,ઉનાળામાં ગરમીના પ્રકોપમાં અને ચોમાસા ભર વરસાદમાં મુસાફરોને છતાં એસ.ટી બસસ્ટેન્ડ બહાર ઉભા ઉભા બસની રાહ જોવા મજબુર બની ગયા છે.જ્યારે કેટલાક એસ.ટી બસસ્ટેન્ડમાં દારૂ પીવા અને જુગાર રમવા માટે અસમાજીક તત્વોના અડ્ડા બની જવા પામ્યા છે.જેથી આગામી ટુંક સમયમાં જજૅરીત બસસ્ટેન્ડનું સમારકામ કરવામાં આવે અને મુસાફરોને તમામ સુવિધા પુરી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Latest Stories