New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/615797-adhar.jpg)
પટણા વિશ્વ વિદ્યાલયમાં યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાનાં છે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાનાં વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર્સ માટે આધારકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમણે કાર્યક્રમમાં સામેલ થતા પહેલા તેમનાં આધારકાર્ડ બતાવવા પડશે.
વિશ્વ વિદ્યાલયના ઉપ કુલપતિ ડોલી સિન્હા દ્વારા મીડિયાને આપવામાં આવેલી માહિતી મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી અને રિસર્ચ સ્કોલર્સને જ સામેલ થવાની મંજૂરી મળશે, જેના માટે તેમણે પોતાનાં આધારકાર્ડ બતાવવાનાં રહેશે.
Latest Stories