પાણી જ વિકાસનો આધાર છે : મુખ્યમંત્રી

New Update
પાણી જ વિકાસનો આધાર છે : મુખ્યમંત્રી

રાજ્યભરમાં 58મા ગુજરાત સ્થાપના દિવસની ગૌરવ દિવસ તરિકે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભરૂચ જિલ્લા ખાતેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરાવવા માટે પહોંચ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા વર્તમાન સમયમાં રાજ્યમાં વ્યાપી રહેલી પાણીની સમસ્યા ભવિષ્યમાં ન સર્જાય તે માટે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ યોજના નો અંકલેશ્વરના કોસમડી તળાવ ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. અને મુખ્ય મંત્રીએ કોસમડી ગામે જનસભાને સંબોધી હતી.

publive-image

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરીએ અને પાણી એ પ્રભુએ આપેલો પ્રસાદ સમજી તેનો યોગ્ય ઉપયોગ કરીએ. આવનારી પેઢીને પાણીનો દુકાળ જોવાના દિવસો ના આવે તે માટે આ અભિયાનની શરૂઆત કરી છે સરકાર અને સંસ્થાઓ સાથે મળીને નદીઓની સફાઈ કરીએ અને તેનું જતન કરીએ સાથોસાથ ડ્રેનેજનું પાણી રિસાયકલ કરી ખેતીમાં પણ તેને વાપરી શકાય તેવા વિકલ્પો કરીએ.

પાણી ને રિયુઝ, રિડયુસ અને રિસાયકલ કરી રાજ્યને સમૃદ્ધ કરવું છે. તન મન અને ધન થી શ્રમદાન કરી સિમનું પાણી સીમમાં અને ખેત તલાવડીનું પાણી ખેતરમાં વપરાય તેવી રીતે ગુજરાતને પાણીદાર બનાવવું છે.

આ તબક્કે મુખ્યમંત્રીએ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતનો નારો આપતા જણાવ્યું હતું કે ગુજરાતના લોકો શૂન્યમાંથી સર્જન કરવાનું સારી પેઠે જાણે છે. ત્યારે નદીઓને અને તળાવોને સ્વચ્છ કરવા માટે સ્વયંભૂ રીતે જોડાઈ જઈએ અને એક નવા ગુજરાતનું નિર્માણ કરીએ તેવી સૌને અપીલ કરી હતી.

પાણીની સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ માટે ભાડભૂત બેરેજ યોજના મહત્વની પુરવાર થશે. આગામી ટૂંક સમયમાં તેની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારે ભાડભૂત યોજનાને વહેલી તકે પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે. ૩૦૦૦ કરોડના ખર્ચે બનનારી આ યોજનાનું ફળ માત્ર ભરૂચને જ નહીં પણ આસપાસના જિલ્લાઓને પણ ચાખવા મળશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રીઓને યાદ કરી રાજ્યના વિકાસમાં તેમણે પણ પોતાનો સહયોગ આપ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાત ગૌરવ દિવસની સમગ્ર રાજ્યની જનતાને શુભેચ્છા પાઠવી હતી.

Latest Stories