પાન કાર્ડ મેળવવું તેમજ ટેક્સ ભરવુ વધુ સરળ બનશે

New Update
પાન કાર્ડ મેળવવું તેમજ ટેક્સ ભરવુ વધુ સરળ બનશે

દેશમાં વધતા જતા ડિઝીટલાઈઝેશનના ચલણને પગલે આવક વેરા વિભાગ દ્વારા એક નવી એપ વિકસાવવામાં આવી છે. જેનાથી લોકો સ્માર્ટફોન દ્વારા પાન નંબર મેળવવા માટેની અરજી કરી શકશે તેમજ ટેક્સ પણ ચૂકવી શકશે.

આવક વેરાના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં આ એપની પ્રાથમિક તપાસ ચાલી રહી છે.અને નાણાં મંત્રાલયની મંજૂરી મળતા જ આ પ્રોજેક્ટ પાઇલોટના સ્વરૂપે અમલમાં આવશે.

આ એપમાં આધારકાર્ડના ઉપયોગથી મિનિટોમાં પાન નંબર મેળવી શકાશે જેથી વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ એપથી પાન નંબર મેળવવું , ટેક્સ ભરવો તેમજ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું સરળ બનશે તેમજ વધુ પારદર્શકતા અને ચોકસાઈ લાવી શકશે.

Latest Stories