પાલેજ નજીક ડમ્પર પાછળ હાઇવા ટ્રક ઘૂસી જતા હાઇવા ચાલકનું કરૂણ મોત

New Update
પાલેજ નજીક ડમ્પર પાછળ હાઇવા ટ્રક ઘૂસી જતા હાઇવા ચાલકનું કરૂણ મોત

ને.હાઇવે નંબર ૪૮ પર ભરૂચના પાલેજ નજીક સર્વિસ રોડ પર ઉભેલા ડમ્પર પાછળ હાઇવા ઘૂસી જતા હાઇવા ચાલકનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે કલિનરનો આબાદ બચાવ થવા પામ્યો હતો.

ને.હાઇવે પર પાલેજ ઓવરબ્રિજની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર સવારના ૧૧.૩૦ વાગ્યાની આસપાસ મુંબઇથી દિલ્હી જઇ રહેલા હાઇવા ટ્રક ઉભેલા ડમ્પર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ટ્રકના ચાલક ચુન્નુસિંગ કૃષ્ણસિંગનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું.

જ્યારે કલિનર ગુલમહંમદ બુંદાખાનનો આબાદ બચાવ થવા પામ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે હાઇવાની કેબિનનો ખુરદો બોલી જવા પામ્યો હતો. જ્યારે હાઇવા ચાલકની ડેડ બોડી ફસાઇ જતા ક્રેઇનની મદદ વડે ડેડ બોડી બહાર કઢાઇ હતી. અકસ્માતની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી મોતને ભેટેલા હાઇવા ચાલકના મૃતદેહને પી એમ અર્થે પાલેજ સામુહિક અારોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.

Latest Stories