પાલેજ નેશનલ હાઇવે ઉપર બ્રીજ નજીક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત ૧નું મોત,૧ ઘાયલ

New Update
પાલેજ નેશનલ હાઇવે ઉપર બ્રીજ નજીક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત ૧નું મોત,૧ ઘાયલ

ભરૂચ નેશનલ હાઇવે ઉપર પુરઝડપે આવતી કાર ઉપરથી ચાલકે કાબુ ગુમાવી બીજા ટ્રેક ઉપર પસાર થતા ટેમ્પો સાથે અથાડી દેવાની ઘટનામાં ઘટના સ્થળે જ ૧ ઇસમનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.જયારે અન્ય એક ગંભીર ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો.

publive-image

ઘટનાની મળતી માહિતી અનુસાર તા.૮મીની રાતે ૯ કલાકની આસપાસ એક સ્વીફ્ટ કાર નં.(GJ-06-KP-6884)ના ચાલકે કારને પુરઝડપે હંકારતા,અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ડીવાઇડર કુદી સામેના ટ્રેક ઉપરથી પસાર થતા એક ટેમ્પા નં.(MH-04-HY-2196)સાથે ઘડાકાભેર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં કારમાં સવાર એક ઇસમનું મોત નીપજયું હતું. જયારે અન્ય એક ઘાયલ થયો હતો.અકસ્માતમાં સ્વીફ્ટ કારનો ખુરદો બોલી જવા પામ્યો હતો. જેના પગલે કાર ચાલક તથા તેમા સવાર અન્ય એક ઇસમને અકસ્માતના પગલે એકત્રીત લોકોએ ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર હેઠળ રવાના કર્યા હતા.ઘટનાની જાણ થતાં જ પાલેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતમાં મોતને ભેટેલા ઇસમની લાસને પી.એમ. અર્થે ખસેડી તેના વાલીવારસની શોધ હાથ ધરી હતી.

publive-image

ઉલ્લેખનીય છે કે, અકસ્માતના આ બનાવમાં ઘાયલ ઇસમને સારવાર અર્થે લઈ જનાર પાલેજ ફરજ પરના ૧૦૮ના પાયલોટ અને ઇ.એમ.ટી. દ્વારા ઘાયલની બેગમાંથી મળેલ ૪ મોબાઇલ,પાકીટ,લાઇસન્સ તથા રોક્ડા રૂપિયા એક લાખ પરત તેના સગાને આપી માનવતાની મહેક પ્રસરાવી હતી.

publive-image

Latest Stories