પાલેજ-ભરૂચ માર્ગ પર ભૂખીખાડી પાસે બાવળનું વૃક્ષ ધરાશાયી થતા વાહનવ્યવહાર ખોરવાયો

New Update
પાલેજ-ભરૂચ માર્ગ પર ભૂખીખાડી પાસે બાવળનું વૃક્ષ ધરાશાયી થતા વાહનવ્યવહાર ખોરવાયો

પાલેજ ભરૂચ વાયા ટંકારીયા માર્ગ પર બાવા રૂસ્તમ દરગાહની આગળ પસાર થતી ભૂખી ખાડી પાસે એક બાવળનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે વાહનચાલકો પરેશાન થઇ ઉઠ્યા છે.

પાલેજ ભરૂચ વાયા ટંકારીયા માર્ગ પર બાવારૂસ્તમ દરગાહની થોડા અંતરે આવેલી ભૂખી ખાડી પાસે એક બાવળનું વૃક્ષ અચાનક જ કોઇક કારણોસર ધરાશાયી થતા માર્ગ પરથી અવરજવર કરતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા બે દિવસથી બાવળનું વૃક્ષ ધરાશાયી થઇ ગયું હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. આ સંબંધિત ખાતા દ્વારા ધરાશાયી થઇ ગયેલું બાવળનું વૃક્ષ માર્ગ પરથી તાત્કાલિક દુર કરાય જેથી આવન-જાવન શક્ય બને એવી વાહનચાલકોની માંગ કરી રહ્યા છે.

Latest Stories