પાલેજ : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જીવનજરૂરીયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું.

New Update
પાલેજ : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જીવનજરૂરીયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું.

પાલેજ મોહદ્દીસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાંચ, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાલેજ તેમજ શિકાગો સુન્ની મુસ્લિમ કમિટીના સૌજન્યથી ગરીબ વર્ગના જરૂરતમંદોને જીવનજરૂરીયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું હતું.

જેમાં પાલેજ નવીનગરી, કરજણ જલારામ નગર, વલણ, ઇખર વગેરે ગામોમાં જઇ ગરીબ વર્ગના જરૂરતમંદ લોકોને ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું હતું. મોહદ્દીસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાંચ, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાલેજ તેમજ શિકાગો સુન્ની મુસ્લિમ કમિટી સમયાંતરે ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની એક સરાહનીય કાર્ય કરે છે.

Latest Stories