પાલેજનાં વલણ ગામમાં વિદ્યાર્થીઓ નો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

New Update
પાલેજનાં વલણ ગામમાં વિદ્યાર્થીઓ નો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

પાલેજ નજીક અાવેલા વલણ ગામની T K અાઇડિયલ નોલેજ અકેડમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નો સાંસ્કૃતિક તથા ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે અકેડમીનાં મુખ્ય સંચાલક તૌસીફ કીકાએ પોતાનાં વકતવ્યમાં જણાવ્યુ હતુ કે શાળાનાં વિદ્યાર્થીઓ એ છેલ્લા 55 દિવસથી તૈયારીઓ કરી ધગશ અને મહેનત વડે વિવિધ કાર્યક્રમો રજુ કર્યા તથા અકેડમીના શિક્ષકોએ પણ છાત્રો પાછળ જે મહેનત કરી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

વિદ્યાર્થીઓ નાં વાલીઓને અનુરોધ કરતા જણાવ્યુ હતુ કે તમારા બાળકોને અભ્યાસ કરતા અધવચ્ચેથી અટકાવો નહીં અને શક્ય તેટલું ઉચ્ચ શિક્ષણ વડે સિંચન કરી બાળકોને સુશિક્ષિત બનાવી ગામ, સમાજ તેમજ રાષ્ટ્રને અાગળ લઇ જવામાં મદદરૂપ બને એ માટે ખાસ આહવાન કર્યુ હતુ. બાળકોના માતા પિતાને ખાસ ટકોર કરતા જણાવ્યુ હતુ કે ખાવા પીવામાં કરકસર કરી લેજો પરંતુ બાળકોનાં અભ્યાસલક્ષી વસ્તુઓ માટે કદી પાછીપાની ન કરતા.બાળકોને શિક્ષકોના હવાલે ન કરી પોતે પણ બાળકો પ્રતિ ખાસ ધ્યાન અાપી બાળકોને પ્રોત્સાહિત કરવા પર ખાસ ભાર મુકયો હતો.

publive-image

વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે બાળકોની કેળવણી માટે માતા પિતાની જવાબદારી અત્યંત જરૂરી છે.વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે પુસ્તકીયુ જ્ઞાન જીવનમાં અાગળ નહીં લઇ જાય પરંતુ સાથે સાથે તમારામાં એવી ધગશ ઉત્પન્ન કરો કે તમારૂ ભાવિ પ્રકાશમય બને.

આ પ્રસંગે અકેડમીનાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અા પ્રસંગે વલણનાં સરપંચ મુસ્તાક ટટુ,ઉપસરપંચ, ગ્રામપંચાયતનાં સદસ્યો,તા.પં.ના સભ્ય સિરાજ ઇખરીયા,વલણ ગામમાં અાવેલી વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો,યુકે થી વિશેષ પધારેલા મહેમાનો તેમજ ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories