/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/you-can-do-all-transaction-through-fingerprint-with-aadhaar-pay.jpg)
પીએમ નરેન્દ્ર મોદી 14 એપ્રિલે ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નાગપુરમાં આધાર પે ની શરૂઆત કરશે, જેમાં હવે તમારે કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ સાથે રાખવાની જરૂર પડશે નહીં, તમારી આંગળી મારફતે તમે સરળતાથી ક્યાં પણ પેમેન્ટ કરી શકાશે.
જેમાં કોઈ પણ બેન્ક એકાઉન્ટ તમારા આધાર સાથે લિંક જોડાયેલી હોવી જોઈએ, સાથે આધાર નંબર પણ તમારે યાદ રાખવો પડશે, આધાર પે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે જોડાયેલુ છે, જેથી તમે આંગળી વડે પણ પેમેન્ટ કરી શકશો.
સરકારે 6 થી 9 મહિનામાં 70 ટકા દુકાનો અને ટ્રાજેક્શન પોઇન્સ્ટ પર આ સુવિધા આપવાનો ટાર્ગેટ રાખ્યો છે, સરકારે જણાવ્યુ હતુ કે આંગળીના નિશાન લીધા વગર પેમેન્ટ થશે નહીં, જેનાથી છેતરપિંડીની શક્યતા રહેશે નહીં, સરકારે તમામ બેન્ક ખાતાઓને આધાર સાથે જોડવાની કોશિશ કરી રહી છે અને તેમના અનુમાન પ્રમાણે 42 કરોડ ખાતાઓ આધાર સાથે લિંક કરી દેવામાં આવ્યા છે.