પીએમ નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ, રાષ્ટ્રપતિ, અમિત શાહ,રાહુલ ગાંધી, સહિત અનેક દિગ્ગજોએ શુભેચ્છા પાઠવી

પીએમ નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ, રાષ્ટ્રપતિ, અમિત શાહ,રાહુલ ગાંધી, સહિત અનેક દિગ્ગજોએ શુભેચ્છા પાઠવી
New Update

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જ્ન્મદિવસ છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમણે યુવા વસ્થામાં પરિવારને છોડી દીધો હતો અને પછી સંઘ સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં અલગ-અલગ પદો પર કામ કર્યા પછી નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014 સુધી તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા રહ્યા. 2014 પછી તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યાં.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી લખ્યું કે રાષ્ટ્ર સેવા અને ગરીબ કલ્યાણ પ્રતિ સમર્પિત દેશના સર્વપ્રિય નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના. મોદી જીના રૂપમાં દેશને એક એવું નેતૃત્વ મળ્યું જેમાં લોક-કલ્યાણકારી નીતિઓથી વંચિત વર્ગને વિકાસની મુખ્યધારાથી જોડ્યાં અને એક મજબૂત ભારતનો પાયો નાંખ્યો.

publive-image

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી પ્રધાનમંત્રી મોદીને શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ લખ્યું કે પ્રધાનમંત્રી મોદી જી ને જન્મદિવસની શુભેચ્છા. 

publive-image

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના ટ્વિટમાં લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વથી દેશને ઘણો ફાયદો થયો છે. તેઓ સતત ગરીબો માટે કામ કરી રહ્યાં છે, હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરુ છું. 

publive-image

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરી પીએમ મોદીને શુભેચ્છા આપી. યોગીએ લખ્યું અંત્યોદય થી રાષ્ટ્રોદયની સંકલ્પનાને સાકાર કરતે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના.

publive-image

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ટ્વિટમાં લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામના. તમે ભારતના જીવન-મૂલ્યો તેમજ લોકશાહી પરંપરામાં નિષ્ઠાનું આદર્શ પ્રસ્તુત કર્યું છે. મારી શુભેચ્છા અને પ્રાર્થના છે ઇશ્વર તમને સદાય સ્વસ્થ તેમજ ખુશ રાખે તેમજ રાષ્ટ્રને તમારી અમૂલ્ય સેવા પ્રાપ્ત થતી રહે.

publive-image

#Connect Gujarat #PM NarendraModi #Indian Politics
Here are a few more articles:
Read the Next Article