/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/IMG-20180123-WA0027.jpg)
પુનાનાં સુઝલોન એક્સિલન્સ એકેડમી, વન અર્થ ખાતે તારીખ 18 થી 21 જાન્યુઆરી દરમિયાન ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ દ્વારા ઓક્યુકોન - 2018નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/01/IMG-20180123-WA0019-768x1024.jpg)
આ ત્રિદિવસીય સેમિનારમાં અંકલેશ્વરનાં તબીબ અને ઇન્ફિનિટી હેલ્થ સોલ્યુશન્સ પ્રા.લી.નાં ડાયરેક્ટર ડો.કેતન પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ હુમન હેલ્થ રિસ્ક એસેસમેન્ટ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા સાયન્ટિફિક કમિટી દ્વારા ડો.કેતન પટેલનાં પ્રેઝેન્ટેશનની પસંદગી કરવામાં આવી હતી.
ડો.કેતન પટેલે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે ઔધોગિક વસાહતનાં ઉદ્યોગો માંથી નીકળતા અને લોકોનાં સ્વાસ્થ્ય માટે જોખમી પ્રદુષણને કઈ રીતે અંકુશમાં લાવી શકે તેમજ લોકો પોતે પણ હાનિકારક પ્રદુષણ અંગે જાગૃત બને તે અંગેનું પોસ્ટર પ્રેઝેન્ટેશન રજુ કર્યુ હતુ,જે પ્રેઝેન્ટેશનની ઓલ ઇન્ડિયા લેવલ પર પસંદગી કરવામાં આવી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/01/IMG-20180123-WA0029.jpg)
ડો. કેતન પટેલનાં પોસ્ટર પ્રેઝેન્ટેશનને મળેલી પસંદગી ભરૂચ જિલ્લા માટે ગૌરવપૂર્ણ છે. અને ડો.પટેલનો આ પ્રોજેક્ટ ઔધોગિક વસાહતો માટે પણ ઉપયોગી થઇ શકે તેમ છે.ડો.કેતન પટેલનાં પોસ્ટર પ્રેઝેન્ટેશનની પસંદગી બદલ તેઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.