પ્રધાનમંત્રી ભાવનગર થી દહેજ આવા રવાના, દહેજમાં તડામાર તૈયારી

New Update
પ્રધાનમંત્રી ભાવનગર થી દહેજ આવા રવાના, દહેજમાં તડામાર તૈયારી

દહેજ અને ઘોઘા ખાતેનાં ટર્મિનલ બાંધકામો ખંભાતના અખાની વિષમ દરીયાઇ પરિસ્‍થિતિની જેવી કે વિશ્વની દ્વિતીય ક્રમાંકની ૧૧ મીટરની ટાઇડલ રેંજ, ભારે કરંટ, પવન અને મોજાંની અસરને અનુરૂપ કરવાનાં થાય છે.

આ બાંધકામો જેવા કે મુરીંગ ડોલ્‍ફીન, વિશ્વમાં ૯૬ મીટર લાંબો લીંકસ્‍પાન, ૫૦×૩૦ મીટરનાં પોન્‍ટુનનું આલેખન અન્‍ય ઘટકોની સાપેક્ષે ખૂબ જ જટીલ છે જેના આલેખનનાં અનુભવી જુજ વ્‍યક્‍તિઓ હોય તે કામગીરી લંડન સ્‍થિત ડિઝાઇન/આર્કિટેક - મે. કાસેક, પ્રુફ કન્‍સલટન્‍ટ - મે. યુ.આર.એસ. સ્‍કોટ વિલ્‍સન અને રિવ્‍યુઅર - મે. બેકેટ રેંકાઇન ઇન્‍ડીયા પ્રા. લી. દ્વારા હાથ ધરી છે. તેઓએ આલેખનને સચોટ બનાવવા માટે પરામર્શ અને પૂર્વ સંદર્ભમાં વધુ સમય લીધેલ છે. આ આલેખનમાં ફેરી વેસેલ-પોંટુન અને લીંકસ્‍પાનથી કોઇપણ ભરતી-ઓટ સમયે પસેંજરો અને વાહનોની સલામત રીતે અવરજવર સરળતાથી થાય તે પ્રકારની સતર્કતા રાખવામાં આવી છે.

આ યોજના માટે સ્‍ટ્રક્‍ચરલ આલેખન, આર્કીટેકચર, ઇલેકટ્રીકલ અને અન્‍ય કામગીરી માટે આશરે ૬૫૦ જેટલા વિવિધ નકશાઓ તૈયાર કરવામાં આવેલ છે.

યોજનાની વિગતોઃ-

આયોજનાનાં મુખ્‍ય ત્રણ ઘટકો છે. (અ) દહેજ અને ઘોઘા ખાતે ટર્મિનલ બાંધકામ (બ) ડ્રેજીંગ અને (ક) ટર્મિનલ અને ફેરીનું ખાનગી ઘોરણે સંચાલન યોજનાના ટર્મિનલોના બાંધકામ અને ડ્રેજીંગનો કુલ અંદાજીત ખર્ચ રૂા.૬૧૫ કરોડ જેટલો છે. જેમાં ટર્મિનલ સુવિધા માટે રૂા.૨૯૧ કરોડ અને ડ્રેજીંગ (કેપિટલ અને બે વર્ષ મેઇન્‍ટેનન્‍સ ડ્રેજીંગ) માટે રૂા.૨૭૭ કરોડનો સમાવિષ્‍ટ થાય છે.

(અ) દહેજ અને ઘોઘા ખાતે ટર્મિનલ બાંધકામ

દહેજ અને ઘોઘા ખાતે રૂા.૨૯૧ કરોડના ખર્ચે ટર્મિનલ બાંધકામની કામગીરી આખરી તબક્કામાં છે. ટર્મિનલ બાંધકામમાં મુખ્‍યત્‍વે ૧૮૦ મી લાંબા બર્થીંગ સ્‍ટ્રક્‍ચર, ૯૬ મી લાંબા લીંક સ્‍પાન, ૫૦×૩૦ મીટરના પોન્‍ટુન, એસેસ ટ્રેસ્‍ટલ, એપ્રોચ બંડ મેઇન ટર્મિનલ બિલ્‍ડીંગ, એડમીન બિલ્‍ડીંગ, વર્ક શોપ, સિક્‍યુરીટી - ફાયર ઓફીસ, ઇલેક્‍ટ્રીક સબ સ્‍ટેશન, પાર્કીંગ એરીયા, આંતરીક રસ્‍તા વગેરે કામો પૂર્ણ કરવામાં આવેલ છે. યોજનાના મુખ્‍ય ઘટક - લીંક સ્‍પાનના ઇન્‍સોલેશનની કામગીરી દહેજ ખાતે પૂર્ણ કરવામાં આવેલ છે. જ્‍યારે ઘોઘા ખાતે મુખ્‍ય લીંક સ્‍પાન ઇન્‍ટોલેશનની કામગીરી નવેમ્‍બર - ૨૦૧૭ માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ દરમિયાન ફક્‍ત મુસાફરો માટે પસેન્‍જર ફેરી શરૂ કરવાની શક્‍યતાઓને ધ્‍યાને લઇ લીંક સ્‍પાનની જગ્‍યા ટેમ્‍પરરી ગેંગ-વેને મુકવામાં આવેલ છે અને પસેન્‍જર ફેરી શરૂ કરી શકાય તે માટેની કામગીરીઓ પૂર્ણ કરવામાં આવેલ છે.

(બ) ડ્રેજીંગની કામગીરી

ફેરી ઓપરેશન સતત ચાલુ રાખવા માટે કાયમી ન્‍યુનત્તમ ૫ મીટરના પાણી મળી રહે તે માટે ૩.૬૦ લાખ ઘન મીટર કેપીટલ ડ્રેજીંગની કામગીરી રૂા.૧૯૧.૬૫ કરોડના ખર્ચે જાન્‍યુઆરી - ૨૦૧૭ થી હાથ ધરવામાં આવેલ છે. હાલ પર્યન્‍ત ૨.૭૦ લાખ ઘન મીટર(૭૫ ટકા) જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે. કેપીટલ ડ્રેજીંગની કામગીરી ડીસેમ્‍બર-૨૦૧૭ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

(ક) ટર્મિનલ અને ફેરીનું સંચાલન

ટર્મિનલ અને ફેરીનાં સંકલિત સંચાલનની કામગીરી મે. સૌરાષ્‍ટ્ર એન્‍વાયરો પ્રોજેક્‍ટ પ્રા. લિ. સુરત (લીડ મેમ્‍બર) ની સાથે મે. બ્‍લેકબોલ ટ્રાંસપોર્ટ, યુ.એસ.એ(ટેકનીકલ મેમ્‍બર) અને મે. સ્‍ટારફેરી ઇન્‍ડીયા પ્રા. લિ. ગુરગાંવને સોંપવામાં આવેલ છે. રો પેક્ષ ફેરી ઓપરેશન માટેના વેસલની પસંદગીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને રો પેક્ષ વેસલ ટુંક સમયમાં સંચાલન માટે લાવવામાં આવનાર છે. આ દરમિયાનમાં મુસાફરી માટે પસેન્‍જર ફેરી શરુ કરવા માટે ૨૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતું ફેરી વેસલ ઘોઘા ખાતે લાવવામાં આવેલ છે અને તેની ટ્રાયલ રનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

Latest Stories