પ્રિયંકા ગાંધીની સરકારના ઇશારે સ્થાનિક પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત મુદ્દે ભરૂચ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

New Update
પ્રિયંકા ગાંધીની સરકારના ઇશારે સ્થાનિક પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત મુદ્દે ભરૂચ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

આદિવાસી સમાજ તેના નિર્વહન માટે સ્વાવલંબી છે. ભારતીય સંસ્કૃતિ નું જતન કરે છે. ઊત્તર પ્રદેશના સોનભદ્ર નરસંહાર પછી આદિવાસી સમાજ ઊપર થતા અત્યાચારોની વાતની સમાજ ને જાણકારી થઇ છે. ત્યારે નરસંહાર ના મૃતક પરિવારોની મુલાકાતે જઇ રહેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના મહામંત્રી શ્રીમતી પ્રિયંકા ગાંધીની આજ રોજ સવારે સરકારના ઇશારે સ્થાનિક પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત કરવામાં આવી હતી.

જેના વિરોધમાં તા. ૧૯ જુલાઇ, ર૦૧૯ ને શુક્વારના રોજ સાંજે ૫.૦૦ કલાકે ડો.બાબાસાહેબ આબેંડકર ની પ્રતિમાં માં પાસે ભરૂચ રેલ્વે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કાર્યકમ રાખવામાં આવ્યો હતો.જેમાં ભરૂચ કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા,રાજેન્દ્રસિંહ રણા,નાઝુ ફડવાલા, શમશાદ સૈયદ,અરવિંદ દોરાવાલા, હેમેન્દ્ર કોઠીવાલા,સલીમ અમદાવાદી સહિતના હોદ્દેદારો કાર્યકરોએ પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Latest Stories