પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન અને સરકાર બંને પેન્શન વધારવા માટે તૈયાર

New Update
પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન અને સરકાર બંને પેન્શન વધારવા માટે તૈયાર
  • મિનિમમ પેન્શન વધીને 2000 રૂપિયા થશે

  • એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના ખાતેદારોને સરકાર બહુ જલ્દી ખુશખબર આપી શકે છે.

પીએફના પેન્શનર્સને હાલમાં લઘુત્તમ પેન્શન માસિક ૧૦૦૦ રૂપિયા છેજે વધારીને ૨૦૦૦ રૂપિયા સરકાર કરે તેવી શક્યતા છે. પીએફ ઓર્ગેનાઈઝેશન અને લેબર મિનિસ્ટ્રીએ આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે.જેના પર તા.૨૬ જુને મળવનારી સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં મંજૂરીની મહોર વાગવાની સંભાવાના છે.

લેબર મિનિસ્ટ્રીએ પણ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી છે.મિનિમમ પેન્શન ૨૦૦૦ રૂપિયા કરવાથી સરકાર પર વર્ષે ૩૦૦૦ કરોડનો બોજો આવશે પણ પીએફ ઓર્ગેનાઈઝેશન પાસે આ બોજાના પહોંચી વળવા માટે પુરતુ ફંડ છે.

ઈપીએફઓને એક્સચેંજ ટ્રેડેડ ફંડમાંથી મે ૨૦૧૭ સધીમાં ૧૬.૦૭% રિટર્ન મળ્યુ છે. આ ફંડમાં પીએફ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૪૭૪૩૧ કરોડ રૂપિયાનુ રોકાણ કરવામાં આવ્યુ છે.આમ ઈપીએફઓ સ્ટોક માર્કેટમાંથી સારુ રિટર્ન મેળવી રહ્યુ હોવાથી પેન્શન ધારકોને આપવા માટે તેની પાસે પુરતી રકમ છે.

Latest Stories