New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/29200859/maxresdefault-363.jpg)
રાજયમાં
લેવામાં આવેલી બિન સચિવાલયની ભરતીની પરીક્ષામાં ગેરરીતી થઇ હોવાના બે વિડીયો જારી
કરી કોંગ્રેસે રાજયની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.
ગુજરાત
સરકાર દ્વારા લેવામાં આવેલી બિન સચિવાલય પરીક્ષા માટે વિવાદો સામે આવી રહ્યા છે. હવે આ મામલે કોંગ્રેસે
સુરેન્દ્રનગર જિલ્લાના બે પરીક્ષા કેન્દ્રોના વિડીયો જારી કર્યા છે. જેમાં
પરીક્ષામાં ગેરરીતી થતી હોવાનું દેખાઇ રહયું છે. બિન સચિવાલય સ્ટાફની ભરતી માટે
લેવાયેલી પરીક્ષામાં 10 લાખથી વધારે
પરીક્ષાર્થીઓ નોંધાયાં હતાં. કોંગ્રેસના આક્ષેપ બાદ રાજય સરકારમાં દોડધામ મચી ગઇ
છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખીલવાડ કરનાર રાજય સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી
કોંગ્રેસે આપી છે. બીજી તરફ પરીક્ષા બોર્ડે કોંગ્રેસના તમામ આક્ષેપોને નકારી
કાઢયાં છે.
Latest Stories