બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે થશે જાહેર

New Update
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે થશે જાહેર

બિહાર વિધાનસભાની 243 સીટો પર ત્રણ તબક્કામાં પૂરી થયેલ ચૂંટણીના પરિણામ આજે આવવાના છે. રાજ્યમાં મતગણતરી માટે 38 જિલ્લામાં 55 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 55 મતગણતરી કેન્દ્રોમાં 414 હોલ બનાવાવમાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર સવારે 8 કલાકથી મતગણતરીનું કામ શરૂ થશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. ત્યારબાદ ઈવીએએમની મતગણતરી થશે.

બિહારમાં ત્રણ તબક્કામાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થયું હતું. આજે તમામ તબક્કામાં થયેલ મતદાનની મતગણતરી થશે ત્યાર બાદ નક્કી થશે કે આગામી પાંચ વર્ષ સુધી બિહારની સત્તા કોની પાસે રહેશે.

Latest Stories