New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/vus.jpg)
નવસારી જિલ્લાના બીલીમોરાના 4.12 કરોડ ના ખર્ચે બનેલ નવીન ડેપોનું લોકાર્પણ કરાયું.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 4.12 કરોડ ના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથેના બસ ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર ના સહકાર, રમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ અને વાહન વ્યવહાર ના રાજ્યકક્ષા ના મંત્રી ઇશ્વરસિંહ પટેલ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. અદ્યતન સુવિધાઓ થી સજ્જ નવા બસ ડેપો માં કર્મચારીઓ માટે રેસ્ટ રૂમ, મુસાફરો માટે વેટીંગ એરિયા, કેન્ટીન, ગેસ્ટહાઉસ તથા દિવ્યાંગો માટે રેમ્પ અને સ્પેશિયલ ટોયલેટ સહિત ની સુવિધાઓ આપવામા આવી છે.
Latest Stories