/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/dsfdsff.jpg)
ભરૂચ લોકસભા બેઠકમાં ૭ વિધાનસભા મતવિસ્તાર પરથી 15 લાખથી વધુ મતદારો નોંધાયેલાં છે
ભરુચ બેઠક માટે ભાજપના ૧૭ જેટલા ઉમેદવારોએ ચૂંટણીને અનુલક્ષી પ્રચારો યોજવાનું શરૂ કરી દીધું છે ભરૂચ બેઠકના કેન્દ્રીય નિરિક્ષકભરત યાદવે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતાં.
ભરૂચ સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલા કેન્દ્રીય ચૂંટણી જનરલ નિરીક્ષક ભરત યાદવ, ખર્ચ નિરીક્ષક પેરી વલ્લાલ, પોલીસ નિરીક્ષક અખિલ ચૌધરીએ કલેક્ટર કચેરીખાતે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરા સહિત બીજા અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
પોતાના એરિયાને લગતી અધિકારીઓને સંદેશાની આપલે માટે વૈકલ્પિક સુવિધા સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.પોલીસ નિરીક્ષક અખિલ ચૌધરીએ ભરૂચ જિલ્લામાં કાયદો વયવસ્થા જળવાઇ રહે તથા આદર્શ આચાર સંહિતાના ભંગ ન થાય તે જોવા સુચના આપી હતી. ચૂંટણી ખર્ચ નિરીક્ષક પેરી વલ્લાલએ ચૂંટણીખર્ચ નિરીક્ષણ માટે હાથ ધરાયેલી કાર્યપધ્ધતિ અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું.
જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ ચૂંટણી સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા થઇ રહેલી કામગીરી અંગે ખ્યાલ આપ્યો હતો. ભરૂચ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે, અને તેમાં 15 લાખથી વધુ મતદારો નોંધાયેલાં છે.