ભરૂચ : 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની સેવા ફરી એકવાર રંગ લાવી

New Update
ભરૂચ : 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની સેવા ફરી એકવાર રંગ લાવી

ભરૂચ શહેર તથા જીલ્લામાં 108 એમ્બ્યુલન્સની સેવા છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે, કોઈ મોટી દુર્ઘટના હોય કે પછી હોય કોઈ અકસ્માત, જ્યારે જ્યારે 108 એમ્બ્યુલન્સની જરૂર પડે ત્યારે દૂર દૂરના ગામડાઓમાં રહેતા લોકો દ્વારા આ સેવાનો લાભ ચોક્કસપણે લેવામાં આવે છે.

publive-image

મળતી માહિતી અનુસાર, આજરોજ સવારના સમયે ભરૂચ શહેરના ઓલ્ડ ફાયર સ્ટેશન સ્થિત 108 એમ્બ્યુલન્સ સેવાને નવા તવરા ગામમાં રહેતી એક મહિલાને લેબર પેઇન હોવાનો કોલ મળ્યો હતો. ઈમરજન્સી કોલ મળતાની સાથે જ 108 એમ્બ્યુલન્સ સેવાના ઇ.એમ.ટી. પ્રીતિ ચણાવાલા અને પાઇલોટ તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ લઈ નવા તવરા ગામ જવા રવાના થયા હતા. સ્થળ પર પહોંચી જોતાં આ મહિલા સગર્ભા હોવાનું જણાઈ આવતા તેની તપાસ કરી તેણીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવવા માટે 108 એમ્બ્યુલન્સ નવા તવરા ગામથી પરત થઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં નવા તવરા ગામમાંથી બહાર નીકળતા જ આ સગર્ભા મહિલાને પ્રસુતિનો અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. મહિલાથી દુ:ખાવો વધુ સહન ન થતા 108 એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. દ્વારા અમદાવાદ 108 હેડ ઓફીસનો સંપર્ક કરી ઇ.આર.સી.પી. ડૉક્ટરની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. 108 એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી મહિલાએ એક સ્વસ્થ્ય બાળકને જન્મ આપ્યો હતો.

અંત્રે નોંધનીય બાબત એ છે કે, ભરૂચ શહેરના ઓલ્ડ ફાયર સ્ટેશન સ્થિત 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારી ઇ.એમ.ટી. પ્રીતિ ચણાવાલાએ અગાઉ પણ અનેકવાર 108 એમ્બ્યુલન્સમાં જ સગર્ભા મહિલાઓને સફળ ડિલિવરી કરાવી માતા અને બાળકના જીવ બચાવી સમાજમાં માનવતાનું ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ 108 હેડ ઓફીસનો સંપર્ક કરી ઇ.આર.સી.પી. ડૉક્ટરની સલાહ મુજબ પ્રીતિ ચણાવાલા અગાઉ ૧૫થી વધુ વાર એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાનો પણ વિશેષ અનુભવ ધરાવે છે.

Latest Stories