ભરૂચ LCBએ અંકલેશ્વરથી સટ્ટા બેટિંગનો જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડ્યા

New Update
ભરૂચ LCBએ અંકલેશ્વરથી સટ્ટા બેટિંગનો જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડ્યા

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર શહેર જીન ફળિયામાં સટ્ટા બેટિંગનો જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એલસીબી પોલીસની ટિમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના એસ.ટી ડેપો સામે આવેલ જિન ફળિયામાં કેટલાક ઈસમો સટ્ટા બેટિંગનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા પાંચ હજારના મુદ્દામાલ સાથે કલ્પેશ રામસીંગ વસાવા અને બાબુભાઇ દેવજીભાઈ વસાવાને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories