ભરૂચ - અંકલેશ્વર ગોપાલક માલધારી સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો

New Update
ભરૂચ - અંકલેશ્વર ગોપાલક માલધારી સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો

ભરૂચ - અંકલેશ્વર ગોપાલક માલધારી સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આહીર, ભરવાડ, તથા રબારી સમાજ સમાજનાં સ્નેહ મિલન સમારોહમાં ભાજપ ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલનું સ્વાગત અને વિજય વિશ્વાસ પણ આપવામાં આવ્યો હતો.

ગડખોલ પાટીયા ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમ મોટી સંખ્યા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ગડખોલ પાટીયા પેટ્રોલપંપ બાજુમાં મેદાનમાં યોજવામાં આવેલ ભરૂચ અંકલેશ્વર ગોપાલક માલધારી સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના આહીર, ભરવાડ, તેમજ રબારી સમાજ આગેવાનો અને લોકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories