ભરૂચ : અંકલેશ્વર હાઇવે ઉપરની ઘટના, રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ૭ને ઈજા

New Update
ભરૂચ : અંકલેશ્વર હાઇવે ઉપરની ઘટના, રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ૭ને ઈજા

અંકલેશ્વર નજીક હાઈવે ઉપર રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં કુલ ૭ મુસાફરોને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અંકલેશ્વર શહેર નજીક હાઈવે ઉપર નવજીવન હોટલ પાસે આજરોજ સવારના સમયે રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે જઈ રહેલ કારના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં રિક્ષામાં સવાર કુલ ૭ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંકલેશ્વર શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Latest Stories