ભરૂચ : અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે વેપારીઓ વિફર્યા, જુઓ કેમ

New Update
ભરૂચ : અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે વેપારીઓ વિફર્યા, જુઓ કેમ

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા બળજબરી પુર્વક માસ્ક નહિ પહેરનારા વેપારીઓ પાસેથી દંડ વસુલવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. શનિવારના રોજ જલધારા ચોકડી પાસે વેપારીઓ વિફર્યા હતાં અને હોબાળો મચાવી દીધો હતો.

રાજયમાં ચાલી રહેલાં કોરોના વાયરસના કહેરના પગલે માસ્ક નહિ પહેરનારાઓ પાસેથી એક હજાર રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે. માસ્ક નહિ પહેરનારને રૂપિયા 1000ના દંડનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે તેમાં ગરીબ અને માધ્યમ વર્ગીય લોકોને જ પીસાવવાનો વારો એવો રહ્યો છે. જ્યા વેપારી દિવસભરમાં 1000 રૂપિયાનો ધંધો  નહિ કરી શકતા તેવામાં દુકાનદારને 1000નો દંડ ફટકારવામાં આવી રહ્યો હોવાથી વેપારી આલમમાં રોષ ફેલાયો છે. અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે આવેલ આર -10 કોમ્પ્લેક્સના દુકાનધારકો પાસેથી નોટીફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ બળજબરીપુર્વક દુકાનમાં પ્રવેશી દંડની વસુલાત કરતાં હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો. વેપારીઓની ફરિયાદ છે કે, 

અધિકારીઓ બળજબરીથી  દુકાનમાં પ્રવેશી અને દુકાનમાં બેસેલ મહિલા કે પુરુષના ફોટોગ્રાફ પાડી અને રૂપિયા 1000નો દંડ વસુલી રહયાં છે.