/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/0122.jpg)
ભરૂચ નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર અસુરિયા ગામ પાસે ટેમ્પોની અડફેટે બે જૈન સાધ્વીના મોત નીપજ્યા છે. જેને પગલે જૈન સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. નબીપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બંને જૈન સાધ્વીએ જૈન ઉપાશ્રયથી નીકળીને નેશનલ હાઇવે પર જતા હતા તે સમયે ટેમ્પો ચાલકે બંને અડફેટે લીધા હતા.
ઇન્દોરથી જૈન સમાજના બે સાધ્વી સૈયમ પ્રભાજી અને રચનાશ્રી ભરૂચ નેશનલ હાઇવે પર આવેલ જૈન વિહારધામ ખાતે આવ્યા હતા. બંન્નવ જૈન સાધ્વી વહેલી સવારે ૫.૪૫ વાગ્યાની આસપાસ વ્હિલચેર દોરી ભરૂચ તરફ આવવા નીકળ્યા હતા. અસુરીયા ટર્નીંગ પરથી વળાંક લઈ આગળ આવતા જ પાછળથી પુરઝડપે આવતા આયસર ટેમ્પોનં.GJ-18 AZ-7901ના ચાલકે બંન્નેવ જૈન સાધ્વીજીઓને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
આયસર ટેમ્પોની અડફેટમાં બંન્નેવ જૈન સાધ્વીઓ ફંગોળાઇને વ્હીલ ચેર સહિત રોડ ઉપર પટાકાતા તેમના ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. આ બનાવના પગલે જૈન સમાજના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ બંન્નેવ સાધ્વીજીના મૃતદેહોને પી.એમ. માટે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લાવ્યા હતા.જયાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો દોડી આવ્યા હતા.
નેશનલ હાઇવે ઉપર અનેક વખત વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીઓના અકસ્માતમાં મોત થાય છે. જેમાં વધુ એક કરૂણાંતિકામાં બે સાધ્વીઓના મોત થતા જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઇ છે.
- સુરત ખાતે કરાશે અંતિમ સંસ્કાર
જૈન સમાજના બંન્નેવ સાધ્વીઓ વિહાર કરી સુરત ખાતે જવાના હતા.જેને લઈ પી.એમ. બાદ ભરૂચ જૈન સમાજે બંન્નેવા સાધ્વીજીઓના મૃતદેહને ભારે હૈયે સુરત રવાના કર્યા હતા. જયાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.
- ૨૦૧૩માં આજ તારીખે બે જૈન મુનીઓના આયસર ટેમ્પાની અડફેટેમોત થયા હતા.
પાંચ વર્ષ પહેલા આ જ તારીખે એટલે કે ૯ એપ્રીલ ૨૦૧૩ના રોજ અસુરીયા પાસે જ આયસર ટેમ્પાના ચાલકે બે જૈના મુનીઓને અડફેટમાં લીધા હતા. જેમાં બંન્નેવ મુનીઓના મોતથી જૈન સમાજમાં ઘેરા શોક સાથે આક્રોશ ઉભો થયો હતો. જેમાં સમગ્ર જૈન સમાજ રોડ ઉપર ઉતરી આવ્યો હતો. ગુજરાત બંઘનું એલાન પણ અપાયું હતું.બંન્નેવ મુનીઓની સ્મશાન યાત્રા દરમિયાન ઝાડેશ્વર ચોકડી ખાતે જૈન સમાજના લોકોઅને પોલીસ વચ્ચે ઘર્ષણનો બનાવ પણ બન્યો હતો.
- અસુરિયા પાસે હાઇવે ઉપર સ્પીડ બ્રેકર(બમ્પ) બનાવવા માંગ
નેશનલ હાઇવે પર અસુરિયા ખાતે આવેલ જૈન વિહારધામ માંથી વહેલી સવારે જૈન સાધુ,સાધ્વીઓ પગપાળા વિહાર માટે નિકળે છે.જે પુરઝડપે જતા આવતા વાહનોના અકસ્માતનો ભોગ બને છે. જે જોતા અસુરિયા જૈન વિહારધામ નજીક હાઇવે ઉપર સ્પીડ બ્રેકર(બમ્પ) બનાવવા જોઇએ તેવી માંગ જૈન સમાજે ઉઠાવી છે.