ભરૂચ આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો કર્યો વિરોધ

New Update
ભરૂચ આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો કર્યો વિરોધ

ભરૂચમાં આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો ઉગ્ર વિરોધ કરીને મહેનતાણું વધારવાની માંગ કરી હતી.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યુ હતુ કે વર્ષ 2010માં ઇન્દિરા ગાંધી માતૃત્ત્વ સહયોગ યોજના શરૂ થઇ હતી, જેમાં સગર્ભા, ધાત્રીમાતાઓ ને લાભાર્થી દીઠ રૂપિયા 4000 ચૂકવવામાં આવતા હતા.ત્યારબાદ 6000 રૂપિયા લાભાર્થીને મળતા હતા. અને આ કામગીરી પૂર્ણ થયા બાદ આંગણવાડી બહેનોને રૂપિયા 200, હેલ્પર બહેનોને રૂપિયા 100 મહેનતાણું મળતુ હતુ.publive-imageજોકે આ યોજના હાલમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નામ થી કાર્યરત છે, અને યોજના અંતર્ગત લાભાર્થીને રૂપિયા 5000 ચૂકવવામાં આવે છે. જે અગાઉનાં પ્રમાણ કરતા ઓછું છે. જે વધારાની માંગ પણ આ બહેનોએ કરી હતી.

Latest Stories