ભરૂચ : આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોએ પગાર વધારા સહિતની 12 જેટલી માંગણીઓ સાથે કલેક્ટરને આપ્યું આવેદન

New Update
ભરૂચ : આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોએ પગાર વધારા સહિતની 12 જેટલી માંગણીઓ સાથે કલેક્ટરને આપ્યું આવેદન

ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોએ પગાર વધારાની માંગણી સહિત અન્ય પડતર પ્રશ્ને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી આવેદન પત્ર પાઠવ્યું હતું.

મોટી સંખ્યામાં ઉપસ્થિત આંગણવાડી બહેનોએ સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિષે વિવાદિત નિવેદન આપી આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વર્ષ ૨૦૧૮ના સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાને જાહેર કરેલ રૂપિયા ૧૫૦૦નો વધારો ગુજરાત સરકારે હજુ સુધી ચૂકવ્યો ન હોવાનું જણાવી નિવૃત્તિ વય મર્યાદા, જીલ્લા ફેર બદલી, પ્રમોશન વય મર્યાદા સહીતના ૧૨ જેટલા વિવિધ પડતર પ્રશ્ને ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ કરી મહિલા બાળવિકાસ મંત્રીને સંબોધીને ભરુચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આંગણવાડી કર્મચારી સંગઠનના જીલ્લા પ્રમુખ રાગિણી પરમાર સહિત અન્ય હોદ્દેદારોએ આંગણવાડી બહેનોની પડતર માંગણીઓ અને પગાર વધારા જેવી બાબતોની સમસ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમજણ નથી પડતી પડે કટાક્ષ કરતાં મુખ્યમંત્રી સહીત નાયબ મુખ્યમંત્રી માટે પણ આકરા શબ્દના પ્રયોગ કર્યા હતા. આંગણવાડી બહેનોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Latest Stories