ભરૂચ : આમોદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં સ્વયં સૌનિક દળના કાર્યકરોની અટકાયત

ભરૂચ : આમોદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં  સ્વયં સૌનિક દળના કાર્યકરોની અટકાયત
New Update

યુપીના હાથરસ અને કચ્છના રાપરમાં બનેલી ઘટનાનો ભરુચ જિલ્લાના આમોદ ખાતે વિરોધ કરી રહેલાં સ્વયં સૈનિક દળના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

ઉત્તરપ્રદેશના હાથરસમા દલિત દીકરી ઉપર સામુહિક બળાત્કાર કરવાની જઘન્ય ઘટનાને વખોડવા માટે આજ રોજ સ્વયં સૈનિક દળના યુવાનો આંબેડકર પ્રતિમા પાસે ધરણાં કરવા માટે એકઠા થયા હતા.ત્યારે આમોદ પોલીસે તેમના બેનરો પણ ઝૂંટવી લઈ તેમને પોલીસ વાહનમાં બેસાડી તેમની અટકાયત કરવામાં આવી હતી.જેથી સ્વંય સૈનિક દળના યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો.સ્વયં સૈનિક દળના યુવાનોએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓને રેલી કરવાની પરવાનગી તંત્ર આપતું હોય તો અમને દલિત દીકરીને ન્યાય આપવા માટે કેમ ધરણાં કરવાની પરવાનગી આપતું નથી.ભાજપના નેતાઓ રેલીઓ કાઢી હજારોની ભીડ ભેગી કરી શકે છે.પરંતુ  મર્યાદિત સંખ્યામાં ધરણાંનો કાર્યક્રમની પરવાનગી કેમ નહીં?આમોદ પોલીસે ધરણાંનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

#Connect Gujarat #Amod #Beyond Just News #Hathras case #HathRas GangRape
Here are a few more articles:
Read the Next Article