New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/20154657/maxresdefault-254.jpg)
ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓ ની સહકારી સંઘ ની 53 મી વાર્ષિક સાધારણ સભા રાજપૂત છાત્રાલય ખાતે મળી હતી.
ભરૂચ જિલ્લામાં આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓ માટે સંઘ કાર્યરત છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે સંઘની વાર્ષિક સાધારણ મળી હતી.ભરૂચ ના સેવાશ્રમ રોડ પર આવેલ રાજપૂત છાત્રાલય ખાતે મળેલી સભામાં વર્ષ દરમ્યાન થયેલ ખર્ચ અને આવક અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાધારણ સભામાં સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રણા સહિતના હોદેદારો હાજર રહયાં હતાં. પ્રવિણસિંહ રણાએ ક્રેડીટ સોસાયટીની કામગીરી તથા આગામી આયોજનો અંગે માહિતી પુરી પાડી હતી.
Latest Stories