ભરૂચ કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં યુવા દિવસની વાંચન ક્રાંતિ થકી અનોખી ઉજવણી

New Update
ભરૂચ કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં યુવા દિવસની વાંચન ક્રાંતિ થકી અનોખી ઉજવણી

ભરૂચ કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી અને નર્મદા કોલેજ ઓફ સાયન્સ બી.બી.એ (BBA) પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓ સાથે સમસ્ત ભારતવર્ષનાં આદર્શ સ્વામી વિવેકાનંદની 155 મી જન્મજયંતિની એક અનોખી રીતે ઉજવવામાં આવી હતી.

સ્વામી વિવેકાનંદ કે જેઓએ સમસ્ત વિશ્વનાં યુવાનોને જાગ્રત કરવા “ઊઠો! જાગો અને હિંમતવાન બનો, તમારા ભાગ્યના નિર્માતા તમે પોતે જ છો” એ સંદેશો આપ્યો.

publive-image

સ્વામી વિવેકાનંદજી એક પ્રખર વિદ્વાન હતા. તેઓનું વાંચન અદ્ભૂત હતુ. તેથી જ તેઓ યુવાનોને પોતાના વિચારો થકી સતત પ્રેરિત કરતા રહે છે. એમના વિચારો જ એવા ઉર્જાવાન છે કે તમે જો એને એકવાર વાંચો તો તમને એક અલગ જ ઉર્જાની અનુભૂતિ થશે.

publive-image

સ્વામી વિવેકાનંદજી સતત વાંચતા અને જે વાંચતા તે તેમને યાદ રહી જતુ હતુ. તેઓ બાળપણથી જ પુસ્તક પ્રેમી હતા. આથી તેઓ દુનિયાના જે જે દેશમાં પ્રવાસ કર્યો ત્યાં ત્યાંના પુસ્તકાલયોની તેમણે મુલાકાત લીધી હતી.

publive-image

આ પ્રસંગે લાયબ્રેરીનાં સ્થાપક ગૌતમભાઈ ચોકસી અને ટ્રસ્ટીગણને શહેરને આપેલી આ અનોખી લાયબ્રેરી વિશે જણાવતા લાયબ્રેરીયને જણાવ્યુ હતુ કે શ્રી ગૌતમભાઈના પ્રયત્નોથી શરુ કરવામાં આવેલી આ લાયબ્રેરીનો વધુમાં વધુ લાભ શહેરની જનતા લે અને ખાસ યુવાનો લે તે જરૂરી છે. વધુમાં વિધાર્થીઓને સંબોધતા નરેન્દ્રભાઈ સોનારે સ્વામી વિવેકાનંદનો પુસ્તક પ્રેમ કેવો હતો, તેમનું વાંચન કેવું હતું તથા તેઓએ ભારતના ઉત્થાન માટે યુવાનો પર જ કેમ પસંદગી ઉતારી તે અંગે રસપ્રદ માહિતી આપી હતી.

સ્વામી વિવેકાનંદને ભારતના યુવાનોમાં એ બળ દેખાતું હતું જે સમસ્ત દુનિયામાં એક ઉન્નત ક્રાંતિ લાવી શકવામાં સમર્થ છે અને તેથી જ એમના જન્મ દિવસને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Latest Stories