ભરૂચ ખાતે પ્રથમ ગુજરાત યંગ જુડો ચેપિયન શિપનું આયોજન કરાયું..!

New Update
ભરૂચ ખાતે પ્રથમ ગુજરાત યંગ જુડો ચેપિયન શિપનું આયોજન કરાયું..!

ગુજરાત યંગ જુડો એસોસિએશન અને બટુકનાથ વ્યાયામ શાળા ભરત દ્વારા તારીખ ૨૮/૦૪/૨૦૧૯ના રોજ કેલરોક્ષ સ્કૂલ ખાતે રાજ્યકક્ષાની પ્રથમ યંગ જોડો ચેમ્પિયનશિપ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું.publive-imageરાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં રાજ્યના ૧૫ જિલ્લાઓમાંથી ૨૦૦ જેટલા રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ મારૂતિ અટોદરિયા તથા હટાવો ભ્રષ્ટાચારના સમાચાર પત્રના સંપાદક નવીનભાઈ પટેલ તથા રમતગમત અધિકારી શ્યામુ પાંડોર સહિત સ્કૂલના આચાર્ય આરતીબેન કપૂર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર ટુર્નામેન્ટમાં સંચાલન ગુજરાતના યગ જુડો એસોસિએશનના સેક્રેટરી ભરત ભાઈ દિવાકર ,ગૌરાંગ ઠક્કર તથા બટુકનાથ વ્યાયામશાળાની ટીમે હાજર રહી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.

Latest Stories