/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/2858856c-3be2-4bab-83f3-d5c2cf861a60.jpg)
ભરૂચમાં તારીખ 26મી જાન્યુઆરીની સાંજે શક્તિનાથ ગરબા ગ્રાઉન્ડ ખાતે સ્પંદન - 3 કાર્યક્રમ અંતર્ગત વીર શહીદ જવાનોનાં પરિવારો તેમજ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનાં લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ લોકડાયરામાં ભાજપ પ્રદેશ યુવા મોરચાનાં પ્રમુખ ડો.ઋત્વિજ પટેલ, યુવા મોરચાનાં પ્રદેશ ઉપાધ્યક્ષ કરશન ગોંડલીયા, તેમજ સનમ પટેલ, પ્રદેશ યુવા મોરચાનાં મંત્રી નીરવ માંડલેવાલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પંદન - 3નાં આયોજકો VNSGU સેનેટ સભ્ય સંકેત શર્મા, જય મહાદેવ ગૃપનાં અક્ષય રાણા, BYSF ગૃપનાં અભિલેષસિંહ ગોહિલ, R 9 ગૃપનાં અંકિત તાપીયાવાલાએ ભારે જહેમત ઉઠાવી હતી.
લોકડાયરામાં બ્રિજરાજ ગઢવીએ સંગીતનાં સૂરો સાથે રમઝટ બોલાવીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સ્પંદન - 3 કાર્યક્રમનો ઉદ્દેશ્ય વીર શહીદ જવાનોનાં પરિવારોને મદદરૂપ થવા તેમજ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનાં લાભાર્થે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જ્યારે આ પ્રસંગે ભરૂચમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સેવાભાવીઓ તેમજ ભરૂચની બે મહિલા ક્રિકેટરોનું સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.