ભરૂચ : ખાનગી કંપનીને જમીન આપી ખેડૂતો થયા બેરોજગાર, ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન

New Update
ભરૂચ : ખાનગી કંપનીને જમીન આપી ખેડૂતો થયા બેરોજગાર, ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન

વાગરા તાલુકાનાં સાયખા ગામ પાસે 2012માં દહેજ જી.આઇ.ડી.સી. દ્વારા જમીન સંપાદન કરી ખેડૂતો પાસેથી જમીન લેવામાં આવી હતી. જેના અનુસંધાનમાં લેન્ડ લુઝરને કંપની દ્વારા નોકરી આપવામાં આવશે અને લેન્ડ લુઝરને એમના હક પણ આપવામાં આવશે તેવો વાયદો કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે 2012 થી લઈ અત્યાર સુધી કોઇપણ જાતનો હક ના આપવામાં આવતા અંતે સાયખા ગામના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કલેકટરને રજૂઆત કરી હતી.

સાયખા ગામના ખેડૂતોની પરિસ્થિતિ અત્યંત દયજનક થવા પામી છે. એક બાજુ ખેડૂતે પોતાને રોજીરોટી આપતી મોંઘીદાટ જમીન સરકારના કહેવાથી સંપાદન કરી દીધી. ત્યારે બીજી બાજુ સરકારના ધારાધોરણ પ્રમાણે કંપનીઓએ ખાતેદારોને નોકરી આપવાની પણ શરતોનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારે ખેડૂતોએ જમીન સંપાદકોની આ નીતિ સામે પોતાની નારાજગી કલેકટર સમક્ષ વ્યક્ત કરી હતી. અને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.