ભરૂચ ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રષ્ટિવિહોણા બાળકોને સરકારી લાભ આપવા મુદ્દે અપાયું આવેદન

New Update
ભરૂચ ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રષ્ટિવિહોણા બાળકોને સરકારી લાભ આપવા મુદ્દે અપાયું આવેદન

ભરૂચ જિલ્લાના દ્રષ્ટિવિહોણા બાળકોને થતા અન્યાય સામે અને તેમને પડતી મુશ્કેલીઓ માટે ભરૂચ ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવી મદદરૂપ થવા વિનંતિ કરવામાં આવી હતી.

ભરૂચ ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યાસીન દાદાભાઇની આગેવાનીમાં અપાયેલ આવેદનમાં ઉલ્લેખાયા મુજબ ગુજરાતએ ગતીશીલ અને વિકસિત રાજ્ય છે.તેમાં ફક્ત રૂપિયા ૬૦ જેટલી સહાય સંતા સુરદાસ યોજના હેઠળ આપવામાં આવે છે.જયારે દિલ્હી અને હરિયાણા જેવા રાજ્યોમાં રૂપિયા ૨૫૦૦ થી ૩૦૦૦ રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે.તો આ રકમ ગુજરાતમાં પણ વધારી અપાઇ તેવી માંગા કરવામાં આવી હતી.

વધુમાં આ યોજનાનો લાભ મેળવવા માટે BPL કાર્ડની જરૂરિયાત હોય છે જે વારંવાર ધક્કા ખાવા છતાં પણ બનાવી અપાતા નથી તથા BPL કાર્ડના ક્રમમાં ૦ થી ૧૬ નંબરનું સર્ટિફિકેટ માંગવામાં આવે છે.જે છેલ્લા કેટલાય વર્ષથી સર્વે ન થવાના કારણે આપવામાં આવતું નથી.તો આપના માધ્યમ થકી વડાપ્રધાન,મુખ્ય મંત્રી અને સમાજ કલ્યાણ અધિકારીને કહી આ બાબતે ઘટતું કરી મદદ રૂપ થવા અરજ કરી હતી.

Latest Stories