/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/9b4526d6-ff48-46e8-9c81-66a45f210bda-cop1y.jpg)
ભરૂચની ગવર્મેન્ટ એન્જીનિયરિંગ કોલેજમાં કેટલાક છડકછાપ રોમિયોગીરી કરતા લુખ્ખા તત્ત્વો દ્વારા એક વિદ્યાર્થીનીની છેડતી કરીને અપશબ્દો બોલી મારમારવામાં આવતા તેણીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવી હતી.
ભરૂચની ગવર્મેન્ટ એન્જીનિયરિંગ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની છેડછાડ કરતા ટપોરીઓના ત્રાસથી ત્રસ્ત થઇ જઈને યુવતીએ લુખ્ખાઓ ને પડકાર ફેંક્યો હતો, જોકે આ ટટ્ટુએ યુવતીને મારમારીને અપશબ્દો બોલ્યા હતા.
ગવર્મેન્ટ કોલેજના પાર્કિગમાં બેઠેલા રોમિયો છાપ વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરવામાં આવ્યા બાદ અને યુવતીને મારમારવાની ઘટના દરમિયાન કોલેજના સુરક્ષાકર્મી તેમજ સહિત લોકો મુકપ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા હોવાના આક્ષેપો પણ ભોગ બનનાર વિદ્યાર્થીની એ કર્યા હતા.
હવે જોવુ એ રહ્યું કે આ ઘટનાને ગવર્મેન્ટ કોલેજના સત્તાધીશો કેટલી ગંભીરતા થી લઈને યુવતીની છેડખાની કરનાર તત્ત્વો સામે કેવા પગલા ભરશે! તેમજ કોલેજમાં યુવતીઓની છેડતી કરતા આ યુવકો કોલેજના હતા કે પછી માત્ર યુવતીઓની છેડખાની માટે કોલેજમાં આવતા હતા તે તપાસનો વિષય બની ગયો છે.