ભરૂચ : ચાર દિવસ બાદ નર્મદા નદીની સપાટીમાં ઘટાડો, હાલની સપાટી 27.88 ફુટ

New Update
ભરૂચ : ચાર દિવસ બાદ નર્મદા નદીની સપાટીમાં ઘટાડો, હાલની સપાટી 27.88 ફુટ

ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં 8 ફુટનો ઘટાડો નોધાયો છે. ગઇકાલે નર્મદા નદીની સપાટી 35 ફુટને પાર કરી જતાં પુરના પાણી અંકલેશ્વરના દીવા રોડ પરની સોસાયટીઓ સુધી પહોંચી ગયાં હતાં. આજે બુધવારે સવારથી નર્મદા નદીની સપાટીમાં ઘટાડો થવાની શરૂઆત થઇ હતી.

નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીના કારણે ચાર દિવસથી નર્મદા નદી તેની 24 ફુટની ભયજનક સપાટી વટાવીને 35 ફુટ સુધી પહોંચી ગઇ હતી. નર્મદા નદીના પુરના કારણે જિલ્લામાંથી 6 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે જયારે 30થી વધારે ગામો અસરગ્રસ્ત થયાં છે. સરદાર સરોવરમાં હાલ ઉપરવાસમાં 3.27  લાખ કયુસેક પાણીની આવક થઇ રહી છે જેની સામે ડેમમાંથી 1.11 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીની માત્રામાં ઘટાડો થતાં નર્મદા નદીની સપાટી ઘટવાની શરૂઆત થઇ છે. અગાઉ ડેમના 23 દરવાજા ખોલી 10 લાખ કયુસેકથી વધારે પાણી છોડવામાં આવતું હતું . પણ હવે માત્ર 10 ગેટ ખોલી 1.11 લાખ કયુસેક પાણી છોડાઇ રહયું છે. નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવી રહયો હોવાથી ડેમની સપાટી 133.76 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.60 મીટર છે.

Latest Stories