ભરૂચ જિ.માં ચાલતાં બુલેટ ટ્રેન, એકસપ્રેસ-વે અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરની ધીમી કામગીરીથી PMO નારાજ

New Update
ભારતની પહેલી સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારતને મુંબઇથી વાયા વડોદરા દિલ્હી રૂટ પર દોડાવવા રેલવે દ્વારા અપાઇ મંજુરી

ભરૂચ જિલ્લામાંથી બુલેટ ટ્રેન, વડોદરા- મુંબઇ એકસપ્રેસ હાઇવે તથા ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર સહિતના મહત્વાકાંક્ષી પ્રોજેકટ પસાર થઇ રહયાં છે ત્યારે આ પ્રોજેકટની ધીમી કામગીરી બાબતે વડાપ્રધાન કાર્યાલયે નારાજગી વ્યકત કરી હોવાની વિગતો સપાટી પર આવી છે. પ્રો- એકટીવ ગર્વનન્સ એન્ડ ટાઇમલી ઇમ્પલીમેન્ટેશન ( પ્રગતિ) હેઠળ વડાપ્રધાન કાર્યાલય તરફથી રાજયમાં ચાલતા પ્રોજેકટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

રાજયમાં ૧.૫૦ લાખ કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચથી બુલેટ ટ્રેન, દીલ્હી- મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર, ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર, વડોદરા- મુંબઇ એકસપ્રેસ હાઇવે સહિતના પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. રાજયના મુખ્ય સચિવ જે.એન. સિંઘ દર બુધવારે વીડીયો કોન્ફરન્સથી વડાપ્રધાન કાર્યાલયને પ્રોજેકટની માહિતી આપી રહયાં છે. ભરૂચ જિલ્લામાંથી પણ આ પ્રોજેકટ પસાર થઇ રહયાં છે. વડાપ્રધાન કાર્યાલયે પ્રોજેકટની ધીમી કામગીરીથી નારાજગી વ્યકત કરી હોવાનું જાણવા મળી રહયું છે.

મુંબઇ- અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ (બુલેટ ટ્રેન )

અંદાજીત ખર્ચ : ૧.૦૮ લાખ કરોડ

વર્તમાન સ્થિતિ : જમીન સંપાદનનો પ્લાન ગુજરાત સરકારમાં મોકલી અપાયો છે. સરકારે હવે પ્લાન મુજબ જમીન સંપાદિત કરવાની રહેશે. રાજ્ય સરકારે આ હસ્તાંતરણમાં ઝડપથી વધારો કરવાની જરૂર છે.

વડોદરા - મુંબઇ એકસપ્રેસ - હાઈવે

અંદાજીત ખર્ચ : ૪૧,૫૬૦ કરોડ

વર્તમાન સ્થિતિ : વડોદરા જિલ્લાના ૨૭, ભરૂચ જિલ્લાના ૩૨, સુરત જિલ્લાના ૩૭, નવસારી જિલ્લાના ૨૨ અને વલસાડ જિલ્લાના ૨૮ ગામમાં જમીન સંપાદિત કરવાની કામગીરી બાકી છે. વડોદરાના ૨૯, ભરૂચના ૩૨ અને સુરતના ૦૫ ગામના ખેડૂતોને જમીન સંપાદન અંગેનું વળતર પણ ચુકવી દેવાયું છે.

દિલ્હી - મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર

અંદાજીત ખર્ચ : ૩૬,૦૦૦ કરોડ

વર્તમાન સ્થિતિ : ગુજરાત ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઈઆર)માં બાકી રહેલી જમીન માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ (ટી.પી.એસ.)ના અંતિમ રૂપમાં ઝડપી બનાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર

અંદાજીત ખર્ચ : ૫૧,૧૦૧ કરોડ

વર્તમાન સ્થિતિ : માર્ગ-મકાન વિભાગના ૩૩ કામો પૈકી ૧૨માં કામગીરી શરૂ કરી દેવાઈ છે અને ૧૪ કામોનો એસ્ટીમેટ તૈયાર કરી ટેન્ડર બહાર પાડવાની કાર્યવાહી પ્રગતિમાં છે.

Latest Stories