ભરૂચ જિલ્લા તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આઠમો સમુહ લગ્ન મહોત્સવ યોજાયો

New Update
ભરૂચ જિલ્લા તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આઠમો સમુહ લગ્ન મહોત્સવ યોજાયો

દીકરીએ પારકી થાપણ નથી પણ રાષ્ટ્રનું ધન છે : જણાવતા સાંસદ અહમદ પટેલ

ભરૂચ જિલ્લા તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આઠમાં સમુહ લગ્ન મહોત્સવનું આયોજન અંકલેશ્વર હાંસોટ માર્ગ પર આવેલ કોળી પટેલ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યુ હતુ, જેમાં 10 યુગલોએ પ્રભુતામાં પગલા પાડીને વિવાહિત જીવનની શરૂઆત કરી હતી.

IMG-20170421-WA0038

આ પ્રસંગે નવ દંપતિઓ ને આશીર્વાદ આપવા માટે રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલ, પૂર્વ સાંસદ અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ કુંવરજી બાવળીયા, અંકલેશ્વર એપીએમસીના ચેરમેન કરસન પટેલ, ભરૂચ જિલ્લા તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળના પ્રમુખ અને કોંગ્રેસી આગેવાન મગન પટેલ ( માસ્તર ) સહિત સમાજના અગ્રણીઓ અને આગેવાનો તેમજ સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20170421-WA0040

રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે આ પ્રસંગે પ્રભુતામાં પગલા પાડનાર નવદંપતિ ને શુભ આશિષ આપતા જણાવ્યુ હતુ કે દીકરીએ પારકી નથી પણ રાષ્ટ્ર નું ધન છે, દીકરી એ સાપનો ભારો નથી પણ બે કુળ ની તારણ હાર છે. દીકરી દેશની અસ્મિતા છે.

IMG-20170421-WA0037

વધુમાં અહમદ પટેલે કાળઝાળ મોંઘવારીમાં લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ અટકાવવા દેખાદેખી થી દેવુ કરીને કે જમીન વેચીને ગીરવે મુકીને કરાતા લગ્ન પ્રસંગો પર રોક લગાવવા પર ખાસ ભાર મુક્યો હતો.

Latest Stories