ભરૂચ જિલ્લાની ત્રણ વિધાનસભાની બેઠકો પર ભાજપનાં ઉમેદવારોનાં નામ જાહેર

New Update
ભરૂચ જિલ્લાની ત્રણ વિધાનસભાની બેઠકો પર ભાજપનાં ઉમેદવારોનાં નામ જાહેર

ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની 70 બેઠકો પર ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 45 પ્રથમ તબક્કા અને 25 બીજા તબક્કાનાં ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લાની ત્રણ બેઠકો માંથી બે પર રિપીટ થિયરી ભાજપે અપનાવી છે.

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર સતત ચોથી ટર્મ માટે ભાજપે ઉમેદવાર તરીકે રાજય સરકારનાં મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં નામ પર પસંદગીની મહોર મારી છે, જેના કારણે તેઓનાં સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.

જ્યારે વાગરા બેઠકનાં ધારાસભ્ય અરૂણસિંહ રણાને પણ ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે રિપીટ કરવામાં આવ્યા છે.

તો ઝઘડીયા બેઠક પરથી જેડી( યુ ) માંથી ભાજપમાં જોડાયેલા રવજીભાઈ વસાવાને ભાજપે ઉમેદવાર તરીકે વિધાનસભાનાં ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાની પાંચ પૈકી ત્રણ વિધાનસભાની બેઠકોનાં ઉમેદવારોનાં નામની ભાજપે જાહેરાત કરી છે, જોકે હજી જંબુસર અને ભરૂચની બેઠક માટે સસ્પેન્સ યથાવત રહ્યુ છે.

Latest Stories