ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર સૌથી વધુ મતદાન ઝઘડીયાનાં રામકોટ બુથનું નોંધાયુ

New Update
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર સૌથી વધુ મતદાન ઝઘડીયાનાં રામકોટ બુથનું નોંધાયુ

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક પૈકી સૌથી વધુ મતદાન ઝઘડીયા સીટ પર 81.08 ટકા વોટિંગ નોંધાયુ હતુ, અને આજ સીટ પરની રામકોટ - બુથ પર સૌથી વધુ મતદાન થયુ હતુ.

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકમાં કયા બુથ પર સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન નોંધાયું હતું,તેના પર એક નજર કરીએ તો 150 જંબુસર વિધાનસભાની બેઠક જુનાવાડીયામાં 93.21 ટકા અને સિગામ - 2નું સૌથી ઓછું 44.75 ટકા મતદાન નોંધ્યું હતુ.publive-imageજ્યારે 151 વાગરા વિધાનસભામાં વેંગણીમાં 90.45 ટકા અને ટંકારીયા - 2માં 57.14 ટકા, 152 વિધાનસભા ઝઘડિયાની બેઠક પર રામકોટ ગામનું 96.54 ટકા અને પાણેથા - 1 પર 56.60 ટકા મતદાન થયું હતુ.

153 ભરૂચ વિધાનસભાની વાત કરીએ તો ઉછાલીમાં 89.03 અને માણેકપોર - 7માં 53.04 ટકા મતદાન નોંધાયું હતુ.આ ઉપરાંત 154 અંકલેશ્વર વિધાનસભામાં સૌથી વધુ મતદાન ઓભા - 1 પર 95.97 ટકા અને ગડખોલ - 5નું 44.70 ટકા મતદાન થયુ હતુ.

Latest Stories