/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/4a1357b7-bb5d-46a5-ae54-c06686b22092.jpg)
ભરૂચ જિલ્લાભરમાં ભાઈ બહેનની સ્નેહપુર્ણ અને પ્રેરક શુભેચ્છાના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વની હેતરૂપી ઉજવણી કરવામાં આવી હતી.
શ્રાવણી પુનમ,એટલે બળેવ પુર્ણિમા અને ખાસ કરીને રક્ષાબંધનના પર્વ તરીકે ઉજવવામાં આવતા આ પવિત્ર તહેવાર પ્રસંગે બહેને વ્હાલસોયા ભાઈની કલાઈ પર રક્ષા બાંધી હતી, જયારે ભાઈએ પણ બહેનની રક્ષા કાજેનું અતૂટ વચન આપ્યુ હતુ.
અતૂટ અને નિસ્વાર્થ ભાવથી ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષાબંધન પ્રસંગે નાના નાના ભૂલકાઓ માં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જયારે બાળકોમાં પ્રિય એવા કાર્ટૂન કેરેક્ટર વાળી રાખડીઓની પણ બોલબાલા જોવા મળી હતી.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોમાં રોજીરોટી માટે રહેતા ભાઈઓને પણ પોતાની બહેનનો હસ્ત લિખિત પત્ર અને રાખડી મળતા તેઓ ભાવુક હૃદય સાથે પત્ર વાંચીને પોતાની કલાઈ પર રાખડી બાંધી હતી.
આમ તો હવે સોશ્યલ મીડિયાનો યુગ છે અને વાર તહેવારની શુભેચ્છાઓ પણ તેના થકી જ પાઠવવામાં યુવા પેઢી માને છે,અને હવે તો લગ્ન કે શુભ અશુભ પ્રસંગોના આમંત્રણ પણ સોશ્યલ મીડિયાના માધ્યમ થી મોકલવામાં આવે છે. જયારે એક માત્ર રક્ષાબંધન પર્વ એવો છે કે બહેન હસ્ત લિખિત પત્ર અને તેમા સુંદર રાખડીનું પરબીડિયુ બનાવીને પોસ્ટ કે કુરિયર ના માધ્યમ થી મોકલે છે. અને ભાઈને પણ બહેનનું કવર મળતા જ હૈયું ભરાય આવે છે અને બહેન સાથે વિતાવેલી યાદો ના સંસ્મરણો ફરી જીવંત બને છે.
ઉલ્લેખનીય છે કે આ રક્ષાબંધન પર ચંદ્ર ગ્રહણ હોવાના કરને બહેનોએ ગ્રહણનું સૂતક લાગે તે અગાઉ જ ભાઈને રક્ષા સૂત્ર બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.