ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણની સંધ્યાએ દિવાળી જેવો માહોલ સર્જાયો

New Update
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણની સંધ્યાએ દિવાળી જેવો માહોલ સર્જાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્તરાયણની સંધ્યાએ દિવાળી જેવો માહોલ છવાયો હતો, તેમજ ગુબારા અને આતશબાજી થી આકાશી વાતાવરણ રંગીન બની ગયુ હતુ.

ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્તરાયણ પર્વની સવાર થી જ હર્ષોલ્લાસ સાથે શહેરીજનોએ ઉજવણી કરી હતી.સવારમાં થોડાક સમય માટે પવનનું જોર ઓછું રહેતા શહેરનાં લોકોમાં ચિંતા છવાઈ હતી, પરંતુ ત્યાર બાદ પવનની ગતિ સારી રહેતા પતંગ રસિયાઓએ મનભરીને પતંગ ઉડાવ્યા હતા.

દિવસ દરમિયાન ઉત્તરાયણ પર્વની ઉજવણી બાદ સંધ્યાકાળે ગુબારા અને આતશબાજી થી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

Latest Stories