ભરૂચ જિલ્લામાં ચૂંટણીનાં પ્રચાર અને પ્રસાર પર નજર રાખવા માટે EMCMC સેન્ટર કાર્યરત કરાયુ

New Update
ભરૂચ જિલ્લામાં ચૂંટણીનાં પ્રચાર અને પ્રસાર પર નજર રાખવા માટે EMCMC સેન્ટર કાર્યરત કરાયુ

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૂંટણી દરમિયાન પ્રચાર અને પ્રસારની બાબતો પર ધ્યાન રાખીને આચારસંહિતાનું ચુસ્ત પણે પાલન થાય તે માટે EMCMC સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી.publive-imageભરૂચ જિલ્લા વિધાનસભાની ચૂંટણી તટસ્થ, ન્યાયી અને નિષ્પક્ષ રીતે યોજાઈ અને આદર્શ આચારસંહિતાનું અમલીકરણ થાય તે માટે ભરૂચ કલેકટર કચેરીનાં ત્રીજા માળે ઇલેક્ટ્રોનિક્સ મિડીયા મોનીટરીંગ કમિટી સેન્ટર (EMCMC)નો પ્રારંભ જિલ્લા ચૂંટણી અધિકારી સંદિપ સાંગલેનાં હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી સંદિપ સાંગલેએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં ચૂંટણી દરમિયાન પ્રચાર અને પ્રસારની ગતિવિધિઓ પર નજર રાખવા માટે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.publive-imageજ્યારે આ પ્રસંગે સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક બી.સી. વસાવાએ EMCMC સેન્ટર અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

Latest Stories